ચાલતી પટ્ટી

" આ બ્લોગમા આપનુ સ્વાગત છે."

શાળાનો ઇતિહાસ

ઈતિહાસ એ કોઈપણ વ્યક્તિ, સમાજ કે સંગઠનનું અગત્યનું પાસું છે. જયારે કોઈ પણ સંસ્થાનો અભ્યાસ હાથ ધરવામાં આવે અને તેના ઐતિહાસિક પાસાને સ્પર્શ કરવામાં આવે છે, ત્યારે સંસ્થાની પ્રવર્તમાન સ્થિતિ સાથે તુલના શકય બને છે. શાળાએ ક્રમશ: સાધેલો વિકાસ સ્પષ્ટ થાય છે. ધરમપુર પ્રાથમિક શાળાની ઐતિહાસિક માહિતી નીચે મુજબ છે 
                                       આજથી આશરે ૩૫ વર્ષ પહેલા આ ગામમાં શાળા ન હોવાથી આ ગામના બાળકોને ભણવામાટે બાજુમાં આવેલ વનાણા ગામમાં જવું પડતું હતું.જેથી મોટાભાગના વાલીઓપોતાના બાળકોને ભણવા મોકલવાનું પસંદ કરતા નહોતા.આથી જે તે સમયમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું.જેથી ગામમાં અંધશ્રધ્ધાનું પ્રમાણ પણવધારે હતું.ગામના કેટલાક જાગૃત લોકોને આ બાળકોના ભવિષ્ય અંગે ચિંતા થઇ અનેગામના આગેવાનોએ ભેગા મળીને ગામમાં જ શાળા બને એવું નકકી કર્યું.ગ્રામપંચાયત દ્વારા શાળા માટે જગ્યા આપવામાં આવી.ગામલોકોના સાથ સહકારથી શાળાનુંકાર્ય શરૂ થયું,જેમાં કડિયાભાઇઓએ પોતાની મજૂરી ખર્ચ લીધા વિના શાળામાંપોતાનો સહકાર આપ્યો.આવી રીતે એક રૂમનું બાંધકામ કરી શાળાનું લોકાર્પણ થયું. આ શાળા તા.૦૫.૦૮.૧૯૭૬ થીકાર્યરત છે.શાળા પ્રારંભે મુખ્ય શિક્ષક તરીકે આદિતપરા ગામના જમનાદાસ હિરજીભાઇ હિંડાચાની નિમણૂક કરવામાં આવી હતી.સમય જતા સરકારશ્રીદ્વારા બે વર્ગનું બાંધકામ કરવામાં આવ્યું હતુ.હાલમાં સર્વશિક્ષા અભિયાન અંતર્ગત નવુ અદ્યતન શાળાના બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યુંછે,બાજુમાં જ મધ્યાહન ભોજન યોજના માટે રસોડુ અને એક એક રૂમ પણ છે.વર્ષ ૨૦૧૧થી ધોરણ ૮ નો પણ પ્રારંભ થઇ ચૂકયો છે.માત્ર ૨૦ બાળકોથી શરૂઆત થઇ હતી આજે આશાળામાં ૩૦૦ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે.